કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તા.પંચા.ની કારોબારી સમિતિની રચના થઇ

સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યોને કો-ઓપ્ટ. કરવામાં આવ્યા

આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતની સાત સભ્યોની સંખ્યાબળ વાળી કારોબારી સમિતિની રચના થઇ હતી. ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યો કો-ઓપ્ટ. કરવામાં આવ્યા હતા.

આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખશ્રીના પ્રમુખસ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં બધા સભ્યો હાજર રહ્યા હતા. ભાજપના જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ ભાજપના સભ્યોને વ્હઇપ આપ્યો હતો.
કારોબારી સમિતિમાં નીચે મુજબના સભ્યો નિમાયા હતા.
(૧) જીજ્ઞાશાબેન રાજેશભાઈ મેર -રાતડીયા
(૨) દેવુબેન હનુભાઈ વીંજવાડીયા- સરતાનપર
(3) લખમણભાઈ ધનજીભાઈ ધોરીયા- કાશીપર
(४) જેરામભાઈ દેવાભાઈ નંદેસરીયા- જાલી
(૫) દિપકભાઈ ઝીણાભાઈ ગોધાણી- ખખાણા
(૬) જસ્મીન જાહિદ બ્લોચ- વાંકિયા
(૭) અમીનાબેન હુશેનભાઈ શેરસીયા- પીપળિયારાજ

જયારે સામાજીક ન્યાય સમિતિમાં નીચે મુજબના ત્રણ સભ્યોને કો-ઓપ્ટ. કરવામાં આવ્યા હતા.
(૧) અમૃતભાઇ વીરજીભાઇ વાઘેલા
(૨) ચંદુભાઈ પોલાભાઈ
(3) રાણીબેન રત્નાભાઈ સારેસા
તાલુકા પંચાયતમાં ભાજપની કથિત બે લોબીમાંથી કારોબારીની રચનામાં એક લોબીનું ધાર્યું થયું છે. ભવિષ્યમાં આ રચના પછી ગુટબંધી વકરે છે કે એકજુટ રહે છે, એ તો સમય જ કહેશે. હવે બીજી મિટિંગમાં કારોબારીમાં સમાવિષ્ટ ઉપપ્રમુખ જો ચેરમેન તરીકે રહેવાની અનિચ્છા જાહેર કરે તો બાકીના સભ્યોમાંથી કોઈ એક સભ્યને ચેરમેન બનાવવામાં આવશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!