જેતપરડાની બે દિવસની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી
વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવતા હોય છે આવો જે કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવેળ છે જેમાં વાંકાનેર તાલુકાના જેતપરડા ગામેથી બે દિવસની બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને
ત્યાં તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક બાળકીના માતા-પિતા સહિતના જે કોઈ ત્યાં આવ્યા હતા તે ત્યાંથી ચાલ્યા ગયા હતા જેકેજેથી પોલીસે મૃતક બાળકીના પરિવારજનોને શોધવા માટેની કવાયત હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામેથી બે દિવસની બાળકી નારંગીબેન સુનિલભાઈ કુણીપાને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જોકે, બાળકીનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના માતા-પિતા સહિતના જે કોઈ પરિવારજનો તેની સાથે મોરબી આવ્યા હતા
તે બાળકીના મૃતદેહને ત્યાં છોડીને ચાલ્યા ગયા છે જેથી કરીને હાલમાં બાળકીના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખીને બાળકીના પરિવારજનોને શોધવા માટેની પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે