ટંકારામાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ
ટંકારા: તાલુકાના હડમતીયા ગામે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ ગુસ્સામાં આવી ગયેલા પતિ ઘર છોડી જતા રહેતા પત્નીએ ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.



બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા આશાબેન નરેશભાઈ પરમાર ઉ.40 નામના મહિલાએ ટંકારા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરવાતા જાહેર કર્યું હતું કે, ગત તા.24ના રોજ રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેણીના પતિ સાથે બોલાચાલી થયા બાદ તેમના પતિ નરેશભાઈ મુળજીભાઈ પરમાર ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યા ગયા બાદ પરત ન આવતા ગુમસુધા નોંધ કરાવી હતી.
ટંકારામાં ગઈ કાલે બપોરે ચાર વાગ્યા પછી સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયાના અહેવાલ છે.
