કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આઈસરે સાઈડમાં ઉભેલા છકડા રીક્ષાને હડફેટે લીધી

આઈસરે સાઈડમાં ઉભેલા છકડા રીક્ષાને હડફેટે લીધી

ટંકારા પાસે કુવાડવાના 7 વર્ષીય હરિ માંગડીયાનું મોત

પરિવાર ગામડે ગામડે છકડા રિક્ષામાં જઈને ભંગારની ફેરી કરે છે

ટંકારા પાસે આઈસરે છકડો રીક્ષા હડફેટે લેતા 7 વર્ષીય હરિ માંગડીયાનું મોત નીપજ્યું હતું. બનાવમાં તેમના દાદા-દાદીને ઈજા થઈ હતી. રાજકોટના કુવાડવામાં રહેતો હરિ ભંગારની ફેરી કરતા તેમના દાદા હકાભાઈ અને દાદી લીલાબેન, માતા અને ફુઈ સાથે છકડામાં ગયો હતો.

મળેલ માહિતી મુજબ ત્રણેય કુવાડવા ગામ, વાંકાનેર ચોકડી પાસે રહેતા હકાભાઇ રામાભાઇ માંગડીયા (ઉં.55), લીલાબેન હકાભાઇ માંગણીયા (ઉં. 50), હરિભાઈ નવલભાઇ માંગડીયા (ઉં. 7) મંગળવારે બપોરે 2 વાગ્યા આસપાસ છકડો રિક્ષામાં જતા હતા ત્યારે ટંકારા પાસે રાજકોટ તરફ પહેલા પુલ પાસે પાછળથી આવતા આઇસર ટ્રકે રીક્ષાને ઠોકર મારતા ત્રણેયને ઈજા પહોંચી હતી. ત્રણેયને ટંકારાની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જેમાં હરિને માથામાં અને શરીરે ઇજા હોવાથી સારવાર દરમિયાન હરિનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે, તેમનો પરિવાર ગામડે ગામડે છકડા રિક્ષામાં જઈને ભંગારની ફેરી કરે છે. હરિ તેમના દાદા હકાભાઇ અને દાદી લીલાબેન, ફઈ પૂજા અને માતા સાથે છકડામાં ગયો હતો.

ટંકારા અને આસપાસના ગામડામાંથી ભંગારની ફેરી કર્યા બધા ઘર તરફ આવતા હતા. રસ્તામાં છકડો રોડ સાઈડમાં ઉભો રાખીને માતા અને ફઈ રિક્ષામાંથી ઉતરીને રોડની સાઈડમાં ભંગાર વીણતા હતા. દાદા, દાદી અને પૌત્ર રીક્ષામાં જ બેઠા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. હરી બે ભાઈ માં નાનો હતો. બાળકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!