પાર્ટીમાં ૧,૩૦,૦૦૦ લીટર ઝમઝમનું પાણી પીવાય છે
દુનિયાની સૌથી મોટી ઈફ્તાર જેમાં દરરોજનાં ૨૩ કરોડ રુપિયાથી પણ વધારે ખર્ચ થાય છે, મહિને ૬૯૮ કરોડ રુપિયા વાપરવામાં આવે છે, તેમાં દરરોજ ૫ લાખથી વધારે લોકો ઈફતાર કરે છે અને તે ૩૦ દિવસ સુધી રાબેતા મુજબ ચાલે છે. આ પાર્ટી મક્કા અને મદીના શરીફ બેયમાં યોજાય છે.
આ ઈફતાર પાર્ટીનાં દસ્તરખાન બિછાવવામાં આવે છે. તે ૧૨ કીલોમીટર જેટલું હોય છે. આ પાર્ટીમાં ૧,૩૦,૦૦૦ લીટર ઝમઝમનું પાણી પીવાય છે, ૧૦ મીનીટમાં ૫૦,૦૦૦ લીટર અરબી કોફી, ૩ લાખ બ્રેડ, ૫૦,૦૦૦ લીટર દહીં-દુધ, ૫૦,૦૦૦ લીટર ફળોનાં જ્યુસ, ૪૦ ટન ખજુર ખવાય છે. તે પણ ફ્રી માં સગવડ અપાય છે, કોઈ પાસેથી એક પૈસો પણ વસુલવામાં આવતો નથી. ઈફ્તાર બાદ ૧૫ મીનીટમાં સાફસફાઈ એટલી કે ફર્સ ધોવાઈ જાય અને ત્યાં નમાજ પઢાય છે. આ ઈફ્તાર પાર્ટી માટે એક ટીમ બનાવાય છે, ઘણાં દેશોમાંથી લોકો ખિદમત માટે બોલાવવામાં આવે છે…
– સંપાદિત