વઘાસિયા ગામની સિમમાંથી 71 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર
વાંકાનેરના માટેલધામમાં મોબાઇલ ચોરીની આશંકાએ કેટલાક શખ્સ બે યુવતીને ફડાકાવાળી કરતા અને લાકડીથી બેરહેમીથી માર મારતા હોય તેવો વીડિયો સામે આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે માટેલના સરપંચે એવો દાવો કર્યો હતો કે આ વીડિયો જૂનો છે, તો બીજી તરફ હવે યુવતીના લગ્ન થઇ ગયા હોઈ પરિવારજનોએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.
માટેલના સરપંચ કાંતિલાલ ચાવડાએ દાવો કર્યો હતો કે આ વિડિઓ બે થી અઢી વર્ષ જૂનો છે. આરોપીઓ યુવતીને મોબાઇલ ચોર્યાની શંકા રાખી ચોરી કબૂલવા ફડાકાવાળી કરતા હોવાનું અને લાકડીથી મારતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે સરપંચ જો આ બાબતે બધું
જાણતા હોય તો તેમણે એ સમયે પોલીસને જાણ શું કામ ન કરી અને કાયદો હાથમાં લેવાની આ શખ્સોને સત્તા કોણે આપી એ સવાલ પણ સહેજે થાય. આ વિડિઓ સામે આવતા તાલુકા પીએસઆઇ એન.વી. ભર્ગાએ તપાસનો દૌર હાથમાં લીધો અને જણાવ્યું હતું કે અમે તપાસ શરુ કરી હતી પરંતુ એ યુવતીના લગ્ન થઇ ગયા હોઈ પરિવારજનોએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું છે.
વઘાસિયા ગામની સિમમાંથી 71 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર
વાંકાનેર: તાલુકાના વઘાસિયા ગામની સીમમાં રેલવેના પાટા પાસે આવેલ આરોપી સહદેવસિંહ ઉર્ફે રાણો રહે.વઘાસિયા વાળાએ પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા વાડીમાંથી રૂપિયા 26,625ની કિંમતની મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 71 બોટલ મળી આવી હતી. જો કે, આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે વિદેશી દારૂની બોટલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.