કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચોરીના મોટરસાયકલ સાથે ઢુવાનો શખ્સ પકડાયો

લાખણકા (ચોટીલા) ના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલતી મોરબી ક્રાઇમ બ્રાંચ

વાંકાનેર: રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનમાં થયેલ વાહન ચોરીનો વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢી ચોરીમાં ગયેલ મોટર સાયકલ કિંમત રૂપીયા ૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઢુવા વાંકાનેર ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

જાણવા મળ્યા મુજબ મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે વખતે બાતમીના આધારે એક ઇસમ હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં જણાઇ આવતા તેને રોકી પુછપરછ કરતા કોઇ સંતોષ કારક જવાબ આપેલ નહિ જેથી ઇસમ પાસેના મોટરસાયકલ નંબર ઇ ગુજકોપ અંતર્ગત સર્ચ કરતા તેમજ તે મોટરસાયકલ બાબતે ખરાઇ કરતા રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી ઇસમને આ મોટરસાયકલબાબતે પુછપરછ કરતા પોતે આ બાઈક આરોપી પાસેથી રૂપિયા ૮૦૦૦/- માં ખરીદેલનુ જણાવેલ હોય જેથી હાજર મળી આવેલ ઇસમ વનરાજભાઇ બચુભાઇ સાડમીયા/વેડવા દેવીપુજક ઉ.વ.૨૧ રહે. મુળ ગામ ત્રંબોડા તા. ચોટીલા જી.સુરેન્દ્રનગર હાલમાં રહે.વરમોરા સીરામીકના ખાચામાં ખરાબામાં ઢુવા તા. વાંકાનેરવાળા પાસેથી મળી આવેલ મોટરસાયકલ ચોરીમાં ગયેલ મુદામાલનુ હોય જેથી કિ.રૂ. ૨૫૦૦૦/- નો મુદામાલ તરીકે કબજે કરેલ તેમજ આરોપીને હસ્તગત કરેલ અને મુદામાલ તથા હસ્તગત કરેલ અરોપીને પુછપરછ કરતા અન્ય એક શખ્સ વિજય ઉર્ફે સાગર ઉર્ફે બગો રણછોડભાઇ જોગરાજીયા રહે.લાખણકા તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ હસ્તગત કરેલ આરોપીને વાંકાનેર તાલુકા પો.સ્ટે. માં સોંપી તેમજ નોંધ કરી આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!