કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સગીરાને ભગાડી લાવનાર રાજગઢમાંથી ઝડપાયો

કૌટુંબીક બનેવી રાજગઢ ગામના ભરત સારદીયાની વાડીએથી ધરપકડ
કારખાનામાં સાથે કામ કરતો યુવક ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી

સુરેન્દ્રનગરમાં રહેતી એક સગીરાને કારખાનામાં કામ કરતો યુવક ગત એપ્રિલમાં ભગાડીને લઈ ગયો હતો. ત્યારે એ ડીવીઝન પોલીસે ભોગ બનનાર અને આરોપીને વાંકાનેર ગ્રામ્યમાંથી ઝડપી લીધા હતા. બનાવમાં મદદગારી કરનાર આરોપીના પિતા અને કૌટુંબીક ફુવાને પણ પોલીસે પકડી પાડયા હતા.

સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી કારખાનામાં મજુરી કામે જતી હતી. ત્યારે આ કારખાનામાં સાથે કામ કરતો પ્રવીણ ઉર્ફે પવલો ઘનશ્યામભાઈ પાટડીયા સગીરાને લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ગત એપ્રીલમાં ભગાડીને લઈ ગયો હતો. સગીરાના પિતાએ એ ડીવીઝન પોલીસ મથકે પ્રવીણ સામે પોકસોની કલમો સાથે તા. 10મી એપ્રીલે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાયા બાદ જ પોલીસ આરોપીની તપાસ કરતી હતી. આ દરમિયાન ભોગ બનનાર અને આરોપી વાંકાનેરના રાજગઢ ગામે સીમ વાડીમાં મજુરી કામ કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી એ ડીવીઝન પોલીસ મથકની ટીમે રાજગઢની વાડીમાંથી ભોગ બનનાર અને આરોપી પ્રવીણ પાટડીયાને ઝડપી લીધા હતા.
પોલીસની તપાસમાં સગીરાને ભગાડવામાં આરોપીના પિતા ઘનશ્યામ જીવણભાઈ પાટડીયાએ મદદ કરી હતી. અને તે બન્નેને મુકવા તેના કૌટુંબીક બનેવી રાજગઢ ગામના ભરત નરશીભાઈ સારદીયાની વાડીએ ગયો હતો. તથા પ્રવીણ સાથે આવેલી દિકરી સગીરા હોવાનું જાણવા છતાં ભરત સારદીયાએ આશરો આપ્યો હતો. આથી પોલીસે મુખ્ય આરોપી સાથે મદદગારી કરનાર તેના પિતા અને કૌટુંબીક ફુવાને પણ ઝડપી લીધા હતા.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!