રાજકોટ: શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ બે શખ્સોને પાસા તળે જેલભેગા કર્યા છે. ચોરીઓના અનેક ગુનાઓમાં પકડાઇ ચુકેલા મુળ રાતીદેવળી અને રાજકોટના શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામાયુ છે…
આ બંને ૧૭ અને ૧૮ ચોરીઓના ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યા હતાં. હાલ લીમડા ચોક શાસ્ત્રી મેદાન નજીક ફૂટપાથ પર રહેતાં મુળ વાંકાનેર રાતીદેવળીના રાહુલ ઉર્ફ ટકો અશોકભાઇ વિકાણી (ઉ.વ.૨૧) અને ચુનારાવાડ-૨માં સવશીભાઈ કોળીના મકાનમાં રહેતાં હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૫)ને અમદાવાદ જેલમાં મોકલી દેવાયા છે.
આ બંનેને પાસામાં ધકેલવા ગુનાહિત ઇતિહાસ ચેક કરી દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી વી. જી. પટેલની રાહબરીમાં ભક્તિનગર પોલીસે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનરે મંજુર કરી હતી…
રાહુલ ઉર્ફ ટકો અગાઉ વાંકાનેર, હળવદ, રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરીઓના ૧૭ ગુનાઓમાં અને હનીફશા પણ રાજકોટ, વાંકાનેરમાં ચોરીઓના અલગ અલગ ૧૮ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હતો. વોરન્ટ બજવણીની કામગીરી પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઈ મકવાણા, ભરતભાઇ મારકણા, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રભાતભાઇ ડાંગર, કોન્સ. રાહુલભાઇ ઠાકુર, અરજણભાઇ પરમાર, દેવજીભાઇ પાણકુટા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયાએ કરી હતી…
સ્થાનિક માહિતી મળી રહી છે કે વિકાણી તો રાતીદેવરીના હતા પણ શાહમદાર રાતીદેવરીના હતા કે કેમ તે નક્કી થતું નથી.