મેક્સિકો ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં આર્યનમેનનું બિરુદ
વાંકાનેર: મૂળ વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામનાં વતની અને હાલ રાજકોટ રહેતા મયુરસિંહ ઝાલા (ઓનર, સિદ્ધિવિનાયક મોટર્સ-રાજકોટ) ના પુત્ર સિદ્ધાર્થસિંહ ઝાલાએ તાજેતરમાં જ મેક્સિકો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં એક સાથે તમામ ઇવેન્ટ પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આર્યનમેનનું બિરૂદ મેળવી વાંકાનેર તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.
આર્યનમેન કોઝ્યુમલ – 2023 અંતર્ગત યોજાયેલ ઉપરોક્ત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં સિદ્ધાર્થસિંહ ઝાલાએ એક સાથે ૩ સ્પર્ધા પૂર્ણ કરી હતી. જેમાં સમુદ્રમાં 4 કિલોમીટરનું સ્વિમિંગ, 180 કિલોમીટરનું સાયકલીંગ અને 42 કિલોમીટર રનિંગ કરી આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું.