વાંકાનેર શહેરમાં નેશનલ હાઇવે રોડ ઉપર બાઈકના સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાયરલ થયો હતો. જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્ટંટબાજને શોધવા કવાયત શરૂ કરવામાં આવી હતી અને જોખમી રીતે બાઈકના સ્ટંટ કરતા શખ્સને પકડીને પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યુ હતુ
વાંકાનેર બાઉન્ટ્રીથી વાંકાનેર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર જોખમી રીતે બાઈકનો સ્ટંટ કરતા શખ્સનો વિડિયો વાયરલ થયેલ હતો, જેથી આ વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેની શોધખોળ શરૂ કરી હતી. અને
ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ.વી. વાઘેલા અને ટીમે વાયરલ થયેલ વિડીયોના વાહન માલિકને શોધી જોખમી રીતે બાઈકના સ્ટંટ કરતા રીક્ષા ડ્રાઈવર ઈરફાનભાઈ મકબુલશા શાહમદાર (21) રહે. તીથવા તાલુકો વાંકાનેર
વાળાને શોધીને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી સ્ટંટબાજને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.
વધુમાં પોલીસ અધિકારી પાસેથી જાણવા મળતી વિગચ પ્રમાણે કાલે સવારથી સોશિયલ મીડિયામાં જે વિડિયો બાઈક ઉપર સ્ટંટ કરતાં
શખ્સનો વાયરલ થયો હતો તે વિડિયો આ શખ્સે ગત એપ્રિલ માસની આસપાસ બનાવ્યો હતો અને તેણે પોતાના સોશિયલ મીડિયાના ઇનસ્ટાગ્રામના પ્લેટફોર્મ ઉપર આ વિડીયો મુક્યો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસના ધ્યાને
આવતાની સાથે જ તાત્કાલિક સ્ટંટબાજની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.