માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ
વાંકાનેરના જડેશ્વરથી હડમતીયા તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં હડમતિયા ગામના રહીશ અને સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયાએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી બળાયો કાઢ્યો છે
છતાં આધુનિક યુગમાં આયોજનના અભાવનો વાયરસ કે ભાગ બટાઈની ભૂમિકામાં ભ્રષ્ટાચાર અટકતો ન હોય તેમ હડમતીયાથી કોઠારીયા તરફનો માર્ગ ફરી ગાબડા ધારી માર્ગ ટુટી ગયો હોય તેવી ફરીયાદ ઉઠી છે.
જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિકાસ શાસન કાળમાં વિકાસ થયેલો માર્ગ ફરી ભાંગીને ભૂકો થઈ જતા વિકાસ રૂંધાયો છે તેમ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકો મહેસૂસ કરી રહ્યા છે.
જેથી સ્થાનિક સામાજિક કાર્યકરો અને નેતાઓની મહેનતો પર પાણી ઢોર થાય તે પહેલા જ મજબૂત પાકો રોડ બનાવવો જોઈએ જેથી કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટાચારીઓ વિકાસના કામોમાં શાસન પક્ષના નેતાઓની પ્રતિષ્ઠાની છબી મતદાર પ્રજામાં બગાડતા અટકે તેવા પ્રયાસો કરવા જોઇએ
જેથી કરોડોની ગ્રાન્ટની મંજૂરીની મહોરમાથી ચોરી અટકે એ જ ખરા અર્થે વિકાસ છે.રોડની મજબૂતાઇ વિશે સવાલ ઉઠાવીને પંકજભાઇએ ચેતવણી ઉચ્ચારી છે કે
જો કોઈ રાહદારીઓ અકસ્માતમાં ભોગ બનશે તો તેની સંપુર્ણ જવાબદારી તંત્રની તેમજ તકલાદી રોડ બનાવનાર કોન્ટ્રાકટરની રહેશે.
હડમતીયા ગામની ચાર ટેકરીથી સદભાવના જીન સુધીનો એકથી બે કિલોમીટરનો કટકો (રોડ) બન્યાની ભેગો જ ભાંગીને ભૂકો થઈ ગયો છે
જેથી ફરી વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું જોખમી બન્યું છે અનેક રાવ રજૂઆત ફરિયાદોને ધ્યાન રાખી સ્થાનિક અગ્રણીઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો દ્વારા સ્થાનિક નેતાઓ સમક્ષ
રોડ રસ્તાને મંજૂર કરાવી મજબૂત રોડ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં આજે બન્યાના ટુંકા સમયમાં બીસ્માર બનેલ રોડ બાબતે બોલવા કોઇ તૈયાર કેમ નથી ? લોકોની વેદનાની કોઇને પડી જ નથી.