રાજ્યકક્ષાએ કરાટેમાં જુના કણકોટની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા
વાંકાનેર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોતોકાન કરાટે યુનાઇટેડ ગુજરાત દ્વારા 5th ISKU ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ટેક્નોફાઈટ માર્શલઆર્ટ એકેડમી દ્વારા સંકલિત રાજકોટ ખાતે કરાયું હતું.
જેમાં કરાટેની કુમેત ઈવેન્ટમાં વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જુના કણકોટની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા છે.
કરાટેની કુમેત ઈવેન્ટમાં ઘીયાવડ પ્રાથમિક શાળાની ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં ધ્રુવી મનસુખભાઈ માધાણીએ સિલ્વર મેડલ જીત્યો છે.
જ્યારે ક્રિષ્નાબા મજબૂતસિંહ ઝાલા, આકાશી અરવિંદભાઈ ચૌહાણ, સેજલ સંજયભાઈ ચૌહાણ અને બંસી રસિકભાઈ વાઘેલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ટૂંકા સમયમાં પાંચેય વિદ્યાર્થિનીઓએ પ્રેક્ટિસ કરીને આ સિદ્ધિ મેળવીને શાળા પરિવાર ને પરિવારનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થિનીઓને કરાટેની તાલીમ શાળાના શિક્ષિકા સેનસાઈ નમ્રતાબા પરમાર (બ્લેક બેલ્ટ) દ્વારા આપવામાં આવી હતી.