કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

યુવતીને નસાડી જનાર યુવાનનું ઘર સળગાવ્યું

વાંકાનેરની યુવતી સાથે નાસી ગયા બાદ યુવાન હાજર થતા જ યુવતીના પરિવારજનો રોષે ભરાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી જતા યુવતીના ભાઈ તેમજ બે અજાણી મહિલા સહિતના લોકોએ યુવાનનું ઘર સળગાવી નાખતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગરમાં રહેતા રાજેશભાઇ ડાયલાલ ચાવડા ઉ.51 નામના રીક્ષા ચાલક આધેડે વાંકાનેરના રોહિત કોળી અને તેની સાથે આવેલ બે મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા

જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર કાનજી વાંકાનેરની ગાયત્રી નામની યુવતીને ભગાડી ગયા બાદ યુવતીના પરિવારજનો તેમના ઘેર આવ્યા હતા અને બાદમાં કાનજી વાંકાનેર પોલીસ મથકમાં હાજર થતા રાજેશભાઇ પરિવાર સાથે વાંકાનેર જતા તા.8 ના રોજ તેમના બંધ મકાનને

સળગાવી નાખી રૂપિયા 60 હજારનું નુકશાન પહોંચાડતા બનાવ મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!