કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભેરડાની સીમમાં ગળદાના પ્લાન્ટમાં ચોરી

ભાટીયા સોસાયટીમાં વકીલના ઘરે ચોરી

૪૫ ,૦૦૦/-ની મતા ચોર લઇ ગયા

ગારિયાની પોતાની વાડીએ ગયેલ, પાછળથી ચોર ટપક્યા
વાંકાનેરમાં અન્ય બે જગાએ પણ ચોરી થયાની ચર્ચા

વાંકાનેર: ભાટીયા સોસાયટીમાં રહેતા વકીલ ગારિયા ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ ગયેલ, પાછળથી એમના ઘરે કુલ-૪૫,૦૦૦/-ના મતાની ચોરી થયાની ફરિયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા મહાવીરસિંહ જટુભા જાડેજા (ઉ.વ.૪૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે, તા.૦૯/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રીના હું તથા મારો પરીવાર અમારા મકાનને લોક કરી ગારીયા ગામની સીમમાં આવેલ વાડીએ ગયેલ હતા અને તા-૧૦/૦૧/૨૦૨૬ ના સવારે ૦૫/૪૦ વાગ્યાના અરસામાં અમારા પડોશી કિંજલબેનનો ફોન આવેલ કે, તમારા ઘરમાં

ચોર આવેલ છે, જેથી અમો તાત્કાલીક રહેણાકે આવતા જોયેલ તો ઘરનો મેઇન દરવાજાનો નકુચો તુટેલ હતો તેમજ ઘરમાં બેડ રૂમના કબાટ ખુલેલા જોવામા આવેલ તેમ જ ડ્રેસીંગ ટેબલના ખાના તથા કબાટમાં રાખેલ સુટકેશ તાળુ તોડી નાખેલ સ્થિતિમાં સેટી પલંગ ઉપર પડેલ હતી, તેમાં રહેલા કાગળો તથા ફાઇલો વેર વીખેર કરેલ હતી અને અમોએ તપાસ કરતા કબાટમાં મુકેલ (૧) સોનાની વિંટી નંગ-૦૨ આશરે ૧ તોલાની તથા

(૨) સોનાનો ચેઇન નંગ-૦૧ આશરે ૧ તોલાનો તથા (૩) આશરે રોકડા રૂપીયા ૫૦૦૦/-તે જોવામાં આવેલ નહી અને અમારી સોનાની વિંટીઓ તથા સોનાનો ચેન આશરે વીશેક વર્ષ જુનુ હતુ, મને વાતોવાતથી જાણવા મળેલ કે વાંકાનેર મીલ પ્લોટમાં અવિનાશભાઈ પટેલ તથા અક્ષયભાઈ દરજી રહે-જીનપરા વાંકાનેર વાળા ના મકાનોમાં પણ ચોરી થયેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય અધિ-૨૦૨૩૨૦૨૩ની કલમ-૩૦૫(ક), ૩૩૧(૪) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!