કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સજનપરમાં ચોરી: કલ્યાણપરના વૃદ્ધનું મૃત્યુ

લખધીરગઢનો યુવાન ગૂમ

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વ્યક્તિના ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ વ્યક્તિ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે થઈને તપાસ શરૂ કરી છે.


ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા મકાન ધરાવતા અને હાલમાં મોરબીમાં રહેતા હર્દિકભાઈ માધવજીભાઈ ભૂતના ઘરની અંદરથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેમના કાકા ચંદુભાઈ પટેલ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની આ ઘટના બાબતે જાણ કરવામાં આવી હતી અને હાર્દિકભાઈની અરજી ફરિયાદ આપવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ઘરમાંથી સોનાની ત્રણ વીંટી, સોનાનો એક પટ્ટો, ચેઇન, બુટી તથા અન્ય ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને અંદાજે એકાદ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થયેલ છે જેથી કરીને પોલીસે લેખિત અરજી ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરેલ છે વધુમાં ગામમાં થતી ચર્ચા મુજબ હર્દિકભાઈ ભૂતના રહેણાંક મકાનની અંદર કરવામાં આવેલ ચોરીની ઘટનામાં કોઈ જાણ ભેદુ જ સંડોવાયેલ હોય તેવી શક્યતા છે જેથી કરીને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

કલ્યાણપર ગામના વૃદ્ધ બેભાન બની જતા મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા મોહનભાઇ રણછોડભાઈ ડોબરીયા ગત તા.15ના રોજ બેભાન બની જતા સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે જાણ કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


લખધીરગઢનો યુવાન ગૂમ
લખધીરગઢ ગામનો રહેવાસી યુવાન વડોદરા જવાનું કહીને ગયા બાદ ગુમ થયો હોય જે બનાવ મામલે યુવાનના પિતાએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ ચલાવી છે

ટંકારાના લખધીરગઢ ગામના રહેવાસી અમરશીભાઈ ડાયાભાઇ ઢેઢીએ ટંકારા પોલીસ મથકમાં જાણ કરી છે કે તેનો દીકરો દિગ્વિજય ઢેઢી (ઉ.વ.૩૨) વાળો ગત તા. ૧૮ ના રોજ સવારના પોતાના ઘરેથી વડોદરા કામથી જવાનું કહીને નીકળ્યો હતો અને તેનો ફોન પણ બંધ આવતો હતો અને ગુમ થયો હોવાનું જણાઈ આવ્યું હતું ટંકારા પોલીસે યુવાન ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!