ઠીકરીયાળાની ઘટના: એકે છરી બતાવી
વાંકાનેર: ઠીકરીયાળા ગામમા રામજી મંદીરે નવરાત્રી મહોત્સવમા નાની દીકરીઓ વર્તુળમા ગરબે રમતી હોય દરમ્યાન પોતાના હવાલાવાળુ વાહન લઈને બાળાઓના વર્તુળમાથી સમાન ઈરાદે
જાણી જોઈને વાંરવાર પસાર થતા હોય ના પાડતા ઢીકા પાટુનો મુઢ માર મારી આ પૈકીના એક જણાએ પોતાની પાસે રહેલ છરી બતાવવાની ઘટના બની છે…
જાણવા મળ્યા મુજબ ઠીકરીયાળાના રહીશ અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણી (ઉ.વ.૨૫)એ ફરીયાદ લખાવી છે કે પોતે ઠીકરીયાળામાં ચાલતા જય અંબે ગરબી મંડળમા પાંચેક વર્ષથી મંડળના સભ્ય તરીકે ફરજ બજાવે છે, ગઈ કાલ તા.૦૮/૧૦/૨૦૨૪ ના ગામમા જય અંબે
ગરબી મંડળ દ્વારા રામજી મંદીર ચોક ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ ના છઠ્ઠા નોરતામા રાત્રીના ઠીકરીયાળા ગામનો હર્ષદ રાજાભાઈ નાકીયા (ઉ.વ. ૧૯) તેના અન્ય બે કુવાડવા ગામના મીત્રો જેમા એકનુ નામ દેવ ડાભી છે, તેઓને હીરો પ્લેંડર મો.સા. રજી નંબર GJ-13-BE-6248 વાળુ
લઈ ત્રણેય જણા બાળાઓના વર્તુળમાથી બે ત્રણ વખત જાણી જોઈને નાની બાળાઓની છેડતી કરવાના સમાન ઈરાદેથી આવ-જાવ કરતા હોય; તેવુ જણાય આવતા ના પાડી એક બાજુ બેસી જવાનુ કહેલ. જેથી ઉપરોકત ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તે ત્રણ પૈકી
દેવ ડાભી નામના ઈસમે પોતાના પેન્ટના નેફામાથી છરી બહાર કાઢી ફરિયાદીને છરીની ધાર બતાવેલ અને તે ત્રણેય ઇસમો ભેગા મળી ઢીકા પાટુનો મુઢ માર મારવા લાગેલ અને બાદમા અમારા મંડળના સભ્યો આવી જતા તે ત્રણેય ગરબી ચોકમાથી નાસી ગયેલ. ફરિયાદમાં બીજી જગાએ હર્ષદનું ગામ જોધપર (વાંકાનેર) લખાયેલ છે…
ગુન્હો.બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૧૩૧, ૩(૫) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ મહે.જીલ્લા મેજી સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે…
