વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત શ્રી વેલનાથબાપુના ભવ્ય મંદિર ખાતે ગઈ કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના 16 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ તકે સમુહ લગ્નમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા….
વાંકાનેરના થાન રોડ પર નિર્માણાધિન ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈ કાલે ધામધૂમથી યોજાયો હતો જેમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ- વાંકાનેરના ઉપક્રમે 16 દિકરીઓના ભવ્ય ત્રીજા સમૂહ લગ્નોત્સવ પણ યોજાયો હતો..…
આ કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા…