15 વર્ષના છોકરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
પહેલા આ કેટેગરીમાં મોડાસાની નીલાંશી પટેલનું નામ હતું
નવી દિલ્હી: દુનિયામાં લોકો અલગ અલગ પ્રકારના રેકોર્ડ બનાવે છે. કોઈ વધારે ખાઈને, કોઈ ભારે વજન ઉઠાવીને તો કોઈ મોટાપાને લઈને રેકોર્ડ બનાવે છે. આવી જ એક કહાની છે સિદકદીપ સિંહની, જેણે હાલમાં જ લાંબા વાળને લઈને પોતાનું નામ ગિનીઝ બુક વર્લ્ડ કપ ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું છે. 15 વર્ષિય સિદકદીપ સિંહ મૂળ તો ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના રહેવાસી છે.
સિદકદીપ સિંહે પોતાના વાળને લાંબા રાખવાનો સંકલ્પ સિખ ધર્મમાં વાળના મહત્વની સાથે જોડી દીધું છે. સિદકદીપ પોતાના વાળની દેખરેખ માટે ખાસ રીત અપનાવી છે. સિદકદીપે જણાવ્યું કે, તેમણે વાળને ધોવા માટે લગભગ 20 મિનિટ અને સુકવવામાં અડધો કલાક લાગે છે. ત્યાર બાદ વાળ ઓળવવામાં 10થી 15 મિનિટ લાગી જાય છે.
સિદકદીપે જણાવ્યું કે, તેમની માતા તેના વાળની દેખરેખમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. તે ગિનીઝ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડમાં નામ સામેલ થવા પર સિદકદીપે ખુશી વ્યક્ત કરી છે. સિદકદીપે કહ્યું કે, તેના વાળનો આ રેકોર્ડ તેમના માટે ગર્વની વાત છે.
સિદકદીપે જણાવ્યું કે, બાળપણમાં તેના મિત્રો લાંબા વાળ જોઈને મજાક ઉડાવતા હતા. સિદકદીપે જણાવ્યું કે, આ સફળતા માટે લોકો શુભકામનાઓ આપી રહ્યા છે.
સિદકદીપે કહ્યું કે, હું ઈચ્છું છું કે, આગળ હજુ પણ લાંબા વાળ કરુ અને પોતાનો જ રેકોર્ડ તોડું. આપને જણાવી દઈએ કે, પહેલા આ કેટેગરીમાં નીલાંશી પટેલનું નામ સામેલ હતું. તેના વાળની લંબાઈ 6 ફુટ, 6.7 ઈંચ હતી. નીલાંશી ગુજરાતમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહે છે. વર્ષ 2021માં તેણે પોતાના વાળ કપાવી નાખ્યા હતા.