કેટલીક ટ્રેનો રદ તો કેટલીક ડાયવર્ટ: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને અસર થશે
ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેકના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. રદકરાયેલીટ્રેનો :
ટ્રેન નંબર 20937 પોરબંદર -દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 17.12.2022 ના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા – પોરબંદર એક્સપ્રેસ 19.12.2022 ના રોજ રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો
ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 16.12.2022ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન વાયા અલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
ટ્રેન નં. 19277 મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રૈસ 19 12 2022 ના રોજ ઉપડનારી ટ્રેન ગાયા દિલ્હી રોહતક મિવાની રેવાડી ઘઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
માર્ગમાં મોડી થનાર ટ્રેનો
ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર – પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 18.12.2002 ના રોજ ઉપડનારી ટ્રેન માર્ગમાં મુરાદાબાદ – ગાઝિયાબાદ વચ્ચે ફૂટમાં 7 મિનિટ સુધી રેગુલેટ (મોડી) કરવામાં આવશે