વાંકાનેર: અહીં જીનપરા ચિત્રકુટ હનુમાન મંદીર પાસે, વ્યવાહારીક વાંધા ચાલતા હોય અને દીકરાના ધરે શ્રીમતનો પ્રસંગ હોય જેમાં લપ થયેલ, સંબંધ રાખવાની ના પાડતા દાઝ રાખીને ઢીકાપાટુ અને બેઝ બોલના ધોકા વતી મુંઢમાર મારી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ગાળો આપવાની ફરિયાદ થયેલ છે….મુળ ગામ વાંકાનેર જીનપરા ભાટીયા શેરી હાલ રાજકોટ ઇ -૧૪૦ ૪ આદર્શ કોઓપરેટીવ સોસાયટી મોટા મોવા કલાવડ રોડ રહી ડ્રાઇવીગનો ધંધો કરતા સંજયગીરી વિનોદગીરી ગોસ્વામી બાવાજી (ઉવ ૫૦) ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ રાતના હુ તથા મારા પત્ની અને મારો દીકરો મીત રાજકોટથી વાંકાનેર આવેલ હતા દરમયાન મારો દીકરો મીત તથા
મારા કાકા પંજકગીરીનો દીકરો પાર્થ ગોસ્વામી અને મારા સાળાનો દીકરો અમીતભાઇ અરવિદભાઇ સોલંકી તેઓ ત્રણેય જણા ફોર વ્હીલ કાર લઇને પ્રેટ્રોલ પુરાવા માટે નીકળેલ હતા, આ દરમ્યાન મીતનો ફોન આવેલ કે જીનપરા મેઇન રોડ ચિત્રકુટ હનુમાન મંદીર પાસે
વાહન સાઇડમાં લેવા બાબતે કાકા જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી સાથે ઝગડો થયેલ છે અને મને માર મારેલ છે, આથી હુ આ જગ્યાએ આવેલ તો ત્યા મારા માસી નો દીકરો જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી તથા અમીતગીરી ભુપેન્દ્રગીરી ગોસ્વામી રહે. રાજકોટ વાળો ઝગડો કરતા હોય જેથી હુ વચ્ચે પડેલ તો મને પણ ઢીકાપાટુ મારવા લાગેલ…
ત્યાં ધણા માણસો ભેગા થઇ ગયેલ અને હાજર પાર્થ ગોસ્વામી તથા અમીતભાઇ સોલંકી વિગેરે માણસોએ છુટા પડાવેલ.પછી થોડીવાર વાર બાદ એક વેગેનાર કાર નં.જી.જે.૦૩.ડી.એન.૮૫૪૨ ત્યાં આવી તેમાથી નીલેશગીરી દીલીપગીરી ગોસ્વામી, વત્સલગીરી નીલેશગીરી ગોસ્વામી અને જયદીપગીરી જયેશગીરી ગોસ્વામી ત્યાં આવી અમો બાપ-દીકરા સાથે ફરીથી ઝગડો કરવા લગેલ, જેમા નીલેશગીરી ગોસ્વામીએ બેઝબો લનો ધોકો મારવા માટે આવતા તેના હાથમાથી જયેશગીરી દીલીપગીરી ગોસ્વામીએ આ ધોકો લઇ મને ડાબા પગમા તથા વાસામા આડેધડ ધા કરેલ અને બીજા ત્રણેય જણાએ મને તથા મારા દીકરા મીતને આડેધડ ઢીકાપાટુનો મુંઢમાર મારેલ.
દવાખાનામા સારવાર દરમ્યાન પણ ઝગડો કરેલ છે આ લોકોએ કહેલ કે તમો વાંકાનેરમાં કેવી રીતે પગ મુકો છો તેમ કહી ટાટીયા ભાગી નાખવાની ધમકી આપેલ છે. ઝપાઝપી થયેલ ત્યારે મીતનો સોનાનો ચેન તુટી ગયેલ છે જેમાથી એક કટકો મળેલ છે બીજા ચેનના કટકા મળેલ નથી તે કયાક પડી ગયેલ છે…