વાંકાનેર: અહીં એક રિક્ષામાં ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા રામચોકના, રાજાવડલાના અને અન્ય એક ઈસમ સામે કાયદેસર કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે.
વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે સી.એન.જી રીક્ષા રજી.નં-GJ-36-W-302 વાળીમાં એક ઇંગ્લીશદારૂની બોટલ મળી આવતા રીક્ષા ચાલક સુરેશભાઈ દાનાભાઈ સોરીયા (ભરવાડ) ઉ.વ.૨૨ વાંકાનેર પ્રતાપરોડ, રામચોક તેમા પાછળ બેસેલ
વિપુલભાઈ કાબૂભાઈ ગમારા (ભરવાડ) ઉ.વ.૨૪ રહે. રાજાવડલા તથા આશિશભાઈ વીસાણી નામના શખ્સ સામે ગુન્હો નોંધાયો છે. બોટલની કિંમત કિ.રૂ.૪૦૦/- ગણી અને સી.એન.જી રીક્ષા રૂ.૫૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. રીક્ષા ચાલકને પુછતા તેને તેની
સાથેના વિપુલભાઈએ આપેલ હોવાનુ જણાવેલ તેમજ આ બોટલ તેને તેના મિત્ર આશિષભાઈ વીસાણી વાળાને આપવા જતા હોવાનુ જણાવેલ હોવાથી ત્રણેય સામે પ્રોહી કલમ- ૬૫એ, ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો નોંધી બે જનની અટક કરી આશિષભાઈ વીસાણીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે..