કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વીરપર ગામે દારૂની ત્રણ રેડ: ત્રણની ધરપકડ

ભાટિયા સોસાયટીમાં શ્વાસની તકલીફને પગલે વૃદ્ધાનું મોત

વાંકાનેર: તાલુકાના વીરપર ગામે રહેણાંક મકાનમાં તથા સીમ વિસ્તારમાં જુદી જુદી દારૂની ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો આથો, દેશી દારૂ તથા અન્ય મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા ત્રણ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા રણજીત દેકાવાડીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો 2060 લિટર આથો તેમજ 35 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ તથા અન્ય મુદ્દા માલ મળીને કુલ 60,050 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રણજીત ચતુરભાઈ દેકાવાડિયા (32) રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે

આવી જ રીતે દારૂની બીજી રેડ વીરપર ગામે રહેતા ભાવેશ દેકાવાડિયાના રહેણાંક મકાનમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો 420 લિટર આથો તથા ૧૦ લિટર તૈયાર દેશી દારૂ આમ કુલ મળીને દારૂ તથા અન્ય મુદ્દામાલ સાથે 14, 050 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાવેશ પ્રેમજીભાઈ દેકાવાડીયા (31) રહે. વીરપર તાલુકો વાંકાનેરા વાળાની ધરપકડ કરી હતી તો દારૂની ત્રીજી રેડ વાંકાનેર તાલુકાના વીરપર ગામની ધોરી તલાવડી તરીકે ઓળખાતી સીમ વિસ્તારમાં સરકારી ખરાબમાં કરવામાં આવી હતી ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો 1650 લિટર આથો તથા 40 લિટર દેશી દારૂ આમ દારૂ તથા અન્ય મુદ્દામાલ મળીને 52 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી હિતેશભાઈ કરસનભાઈ ડાંગરોચા (21) રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે…

ભાટિયા સોસાયટીમાં શ્વાસની તકલીફને પગલે વૃદ્ધાનું મોત
વાંકાનેર ચંદ્રપુર ભાટિયા સોસાયટીના રહેવાસી નામલબેન પ્રભુભાઈ ચાવડા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધાને તા. ૨૧ ના રોજ પોતાના ઘરે શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!