વાંકાનેર: અહીંના રેલવે સ્ટેશન નજીક આવેલી શાળામાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તિરંગા યાત્રામાં રાજાશાહી સમયની જંકશન શાળાના બાળકોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રા રેલવે કોલોની અને જંકશન વિસ્તારમાં
ફરી હતી. ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતા, તિરંગા
યાત્રામાં પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ બલરામ મીણા સાહેબ, Dysp એસ.આર.પટેલ સાહેબ રાજકોટ, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.રાણા સાહેબ રાજકોટ, PSI વેગડા સાહેબ વાંકાનેર રેલ્વે ઇન્ચાર્જ અને કુલદીપ સિંહ .બી.ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.