વાંકાનેર : આજે તારીખ ૧૬/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે
સિવિલ હોસ્પિટલ મોરબી તથા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવનાર છે જેમાં વાંકાનેર
શહેર અને તાલુકામાં વસતા દિવ્યાંગ ભાઈઓ-બહેનોને મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા જીલ્લા સમાજ
સુરક્ષા કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. વાંકાનેર ઉપરાંત તારીખ ૩૦/૦૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માળીયા ખાતે તેમજ તારીખ ૧૩/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી નવજીવન વિકલાંગ સેવાશ્રય, હળવદ ખાતે પણ દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.