તબરૂકાતના દીદાર માટે વાંકાનેરના તમામ મોમીનોને સુન્ની મોમીન જમાત કણકોટ – ૧ તરફથી દાવત
વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે જીયારતે તબરૂકાતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે….મળેલ માહિતી મુજબ આજ ગુરુવાર સવારના સાડા નવ વાગ્યે કણકોટ ખાતે અસ્તાપીરની દરગાહ શરીફથી ઝુલુસ કાઢવા આવશે, તે
ઝુલુસ મદીના મસ્જિદ જૂના કણકોટ પહોંચીને ત્યાર બાદ ત્યાં આપણાં આકા (સલ્લલાહો તઆલા અલયહે વસ્સલમ) તેમજ ચાર ખલીફાઓના અને તેમજ પિરાને પીર દસ્ગીરના નુએ મુબારકના દીદારનો કાર્યક્રમ રાખેલ છે, તેમજ હુઝુરે પાકની કબરની મિટ્ટી અને રોઝા શરીફનું ઝાડું તથા
હઝરતે અયુબ અલ્યહિસ્સલામની તુરબતે પાકનો પથ્થર મુબારક વગેરે તબરૂકાતના દીદારની રાખવામાં આવેલ છે. આ તબરૂકાતના દીદાર માટે વાંકાનેરના તમામ મોમીનોને સુન્ની મોમીન જમાત કણકોટ – ૧ તરફથી દાવત આપવામાં આવેલ છે.