કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નવા લુણસરીયામાં શાકભાજીમાંથી બનતી વાનગીઓ અંગે તાલીમ

પ્રકલ્પ સંગાથ અંતર્ગત વિવિધ સરકારી યોજના અંગે મહિલાઓને માર્ગદર્શન અપાયું

વાંકાનેર: તાલુકાના 21થી વધુ ગામોમાં દિપક ફીનોલિકસના નાણાકીય સહયોગથી પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરાઈ રહ્યું છે. આ પ્રોજેકટ અંતર્ગત ગામના નાગરીકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વિનામૂલ્યે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે. તેની સાથે સાથે જે લોકો જરૂરી દસ્તાવેજો તથા પાત્રતા ધરાવે છે, તેમને યોજના મુજબ લાભ મળે ત્યાં સુધી સતત અનુસરણની કામગીરી પણ કરવામાં આવે છે.

સંગાથ પ્રોજેકટના સ્ટાફ દ્વારા મે 2025ના મહિનામાં આઈ ખેડૂત પોર્ટલ પર વાંકાનેર તાલુકાના નવા લુણસરીયા ગામની 20થી વધુ બહેનોને મહિલા વૂતિકા તાલીમ યોજના અંતર્ગત ફળ અને શાકભાજી પ્રોસેસીંગ વિષયક બે દિવસીય તાલીમ માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી હતી.

અરજીઓ મંજૂર થતા નવા લુણસરીયા ગામ ખાતે મહિલા સશકિતકરણ અને પોષણ અભિયન હેઠળ તથા ગુજરાત સરકારના નવીન અભિગમને ધ્યાનમાં રાખીને ગામની બહેનોને ઘરે બેઠા આજીવિકા મેળવવામાં પગભર થાય તે હેતુસર દીપક ફાઉન્ડેશન દ્વારા સંગાથ પ્રોજેકટ અંતર્ગત બાગાયત વિભાગના સહયોગથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્તુતિ આંખની હોસ્પિટલ (વાંકાનેર) તરફથી

જેમાં જિલ્લાના બાગાયત વિભાગના નાયબ નિયામક ડો.પરાગ કાચા દ્વારા બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. ટમેટો કેચઅપ, ટોપરાના લાડવા, લીંબુ અને ખજૂરનું અથાણું, મિકસ ફ્રૂટ જામ, ફ્રૂટ શરબત જેવી અનેક વાનગીઓ બનાવતા શીખવવામાં આવી હતી. આ તાલીમ દ્વારા ગામની બહેનોને ઘર આધારીત રોજગારીના નવા અવસર પ્રાપ્ત થશે અને પોષક આહાર અંગે જાગૃતિ પણ વધશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!