વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ હસનપર ઓવરબ્રિજ પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારમાં નુકસાની થઈ હોવા અંગેની હાલમાં યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા પાર્થભાઈ પ્રવીણભાઈ દેવમુરારી જાતે બાવાજી (૩૦)એ હાલમાં ટ્રક નંબર જીજે ૧ એક્સ ૫૩૮૭ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હસનપરના અવર બ્રિજ પાસે ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની કારની પાછળના ભાગમાં ઉભેલ સ્કોરપિયો કાર નંબર જીજે 3 એજે ૩૬૦૭ માં પાછળના ભાગેથી ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને સ્કોર્પિયોની ઠોકર આગળના ભાગમાં ઉભેલ ફરિયાદીની ટાટા ટીયાગો ગાડી નંબર જીજે ૩ કેપી ૦૧૩૫ માં લાગતા ગાડીમાં નુકસાની થઈ હતી અને ટ્રક ચાલક પોતાનો ટ્રક અકસ્માત સર્જીને ત્યાંથી લઈને નાશી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે