ધ્રાંગધ્રાના રાજા સાથેનો બાપાનો પ્રેરણાદાયી પ્રસંગ
વાંકાનેર: લોહાણા યુવક મંડળ દ્વારા વાંકાનેરમાં સંત સીરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ત્રિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે. આ તકે આગામી તા.8ના રોજ (આવતી કાલે) પ્રારંભે પ્રભાતફેરી ત્યાર બાદ દિવાનપરા સ્થીત ભગવાજીભાઈ ખુશાલચંદ રાજવીર લોહાણા મહાજન વાડી ખાતે સાંજે પુ.જલારામબાપાનું પુજા અર્ચન બાદ લોહાણા વિદ્યાર્થીઓના જ્ઞાતિ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં સરસ્વતિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ સન્માન સમારંભ પુર્ણ થયા બાદ સમગ્ર વાંકાનેર તથા તાલુકામાં વસતા દરેક લોહાણા પરિવારો માટે સાંજે 6.30 કલાકે બહેનો માટે ત્યારબાદ 8 કલાકે ભાઈઓ માટે મહાપ્રસાદનું આયોજન દિવાનપરા ખાતે લોહાણા મહાજન વાડી ખાતે પ્રારંભ થશે…
તો દરેક રઘુવંશી પરિવારોઓ ઉપરોકત કાર્યક્રમનો તેમજ જ્ઞાતિગંગાના દર્શનનો લાભ લેવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, લોહાણા યુવક મંડળના પ્રમુખશ્રી ધર્મેશભાઈ ભીંડોરા, મંત્રી સુનિલભાઈ ખખ્ખર, તથા ઉપ્રમુખ બટુકભાઈ બુદ્ધદેવ દ્વારા, જણાવાયું છે. આ તકે રામધામના સ્વપ્ન દ્રષ્ઠા અને ધારાસભ્ય જ્ઞાતિઅગ્રણી જીતુભાઈ સોમાણી મહાજન પ્રમુખ, કાકુભાઈ મોદી, ઉપપ્રમુખ, રમેશભાઈ અખંણી જ્ઞાતિ શ્રેષ્ઠી મંત્રી લલિતભાઈ પુજારા, ભરતભાઈ ભીંડોરા, ગિરીશભાઈ કાનાબાર, વિનુભાઈ કટારીયા, કિશોરભાઈ જે પુજારા, મહેશભાઈ રાજવીર, આર.ટી.ઓ કોટક, ગુલાબરાય શુણા, રશીકભાઈ ભીંડોરા, સહીતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે…
ધ્રાંગધ્રાના રાજા સાથેનો બાપાનો પ્રેરણાદાયી પ્રસંગ
એક વખત ધ્રાંગધ્રાના રાજા મોટા લાવ લશ્કર સાથે પ્રભાસ પાટણની જાત્રાએ નીકળ્યા. જલારામબાપાએ બે ટોપલા લાડવા ગાઠીયામા આખા લશ્કરને જમાડ્યા રાજા આશ્ચ્રર્યચકીત થઈ ગયા કે આ એક ચમત્કાર છે. રાજા બાપા પાસે જઈ કહે ‘આપ આશીર્વાદ આપો અને માંગો માંગો ભગત, આજે જે જોઈએ એ આપીશ’ જલારામ બાપા કહે ‘આપ આપવા બેઠા છો પણ હુ શુ માંગુ? મારો રામજી મારી બધી ઈચ્છા પૂરી કરે છે’.
રાજા કહે ‘છતાં કઈ તો માંગો જ’ બાપા કહે ‘મારે ઘંટી એ દળેલા લોટથી પોંચાતું નથી માટે અનાજ દળવા માટે સારો ઘંટ (પથ્થર) આપની ખાણના વખણાય છે એ કઢાવી મોકલો’.રાજા પણ જલાબાપા સામે જોઈ હાસ્ય કરવા લાગ્યા ‘લોકો ગામ ગરાસ માંગે કે રૂપિયા પૈસા અને તમે પથ્થર માંગ્યો હજુય અવસર છે વિચારો અને બીજું કંઈ માંગો’.
બાપા કહે ‘મારા જેવા સાધુ સંતને ગામ ગરાસની શુ જરૂરત? હું તો રામનુ ભજન કરું અને ભોજન કરાવુ અહી આવેલને રોટલો ખવડાવવું હુ ધનનો ધણી થાવ તો મારા પ્રભુ નારાજ થાય અને મારા પ્રભુની નારાજગી મને ન ગમે’. રાજા પણ કહે ‘અત્યાર સુધી ઘણા ભગત જોયા પણ આવા ભગત નહિ!’ રાજા જલાબાપાના ચરણ સ્પર્શ કરી આગળ જાત્રાએ ચાલ્યા. જાત્રા પુર્ણ કરી ધ્રાંગધ્રા જઇ પોતાની ખાણમાંથી સારા ઘંટડાના પથ્થર જલારામ બાપાના ત્યાં મોકલી આપ્યા. સાથે સારા કારીગર પણ મોકલ્યા. જેથી રોજ હાથથી દળાતુ અનાજ બળદની મદદથી દળાવા લાગ્યું…