વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ શ્રદ્ધાળુઓને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.
ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ૧૦૦૮ હનુમાન ચાલીસાના પાઠ, બ્રહમ પુજા (બ્રાહ્મણ પુજા),ચબુતરાનું ભુમી પુજન અને મહા-પ્રસાદ પણ આયોજન કરવામાં આવેલ છે.
આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયેલ છે અને સંસ્થાને આર્થિક અનુદાન આપવા માટે અપીલ કરાઈ છે.