વાંકાનેર: શહેરમાં રહેતા ત્રણ શખ્સો પાસેથી છરી મળીઆવતા અને એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવ્યાના ગુન્હા નોંધાયા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિશીપરા મેઈન રોડ મીલપ્લોટ સરકારી બેંક પાછળ રહેતા સમીરભાઈ યુસુફભાઈ જેડા (ઉ.વ.24) પોતાના કબ્જામાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂમેકડોવેલ્સ નં.૦૧ નંગ-ર એક નંગની કી.રૂ. ૩૭૫/-એમ કુલ નંગ-૨ ની કી.રૂ. ૭૫૦/-મુદામાલ સાથે મળી આવતા પ્રોહી એકટ કલમ ૬૫(એએ), ૧૧૬(બી)મુજબ ગુન્હો નોંધાયો છે…

(1) વાંકાનેર શાંતીનગર મીલપ્લોટ હીમતભાઈ હિફાભાઇ રાઠોડ (ઉ.વ.30) વાળા પાસેથી મિલ પ્લોટ ચોકમાં (2) વાંકાનેર મિલ પ્લોટ શેરી નં 5 માં રહેતા જાહિદ જુસબભાઇ કટિયા (ઉ.વ. 30) વાળા જામસરથી નાગલપર જતા રસ્તા પરથી અને (3) વાંકાનેર નવજીવન સોસાયટીમાં રહેતા સાહિદ મહેબુબભાઇ મોવર પાસેથી જામસર ચોકડી નજીક પોતાના કબ્જામા છરી સાથે પકડાતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામા ક્રમાંક નં- જે/એમએજી /ક. ૩૭(૧)જા. નામુ/વશી-૨૨૧૦/૨૦૨૪ તા. ૨૩/૧૦/૨૦૨૪નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે…..