કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કારખાનામાં અલગ અલગ બનાવમાં બે મોત

જેતપરડા અને સરતાનપર રોડ ઉપર બનેલી ઘટના 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે.

જાણવા મળ્યા મુજબ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની રાયસન લખન હાસવ ઉ.37 નામના યુવાનને અચાનક ચક્કર આવ્યા બાદ પડી જતા માથાના પાછળના ભાગે ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બોયલરમાં કોલસા નાખવા જતા બેલ્ટમાં હાથ આવી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ ઓઇલમીલમાં બોયલર વિભાગમાં કામ કરતા પરપ્રાંતીય યુવાનનું કન્વેયર બેલ્ટમાં કોલસા નાખતી વખતે અકસ્માતે જમણો હાથ બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર આવેલ એબલ ઓઇલ્સ એન્ડ એગ્રો નામના કારખાનામાં બોયલર વિભાગમાં કામ કરતો કીશનભાઇ નરાભાઇ બીલવાલ ઉ.24, રહે. મંડલી બડી, જાબુઆ, મધ્યપ્રદેશ નામનો શ્રમિક યુવાન કન્વેયર બેલ્ટમાં કોલસા નાખતો હતો ત્યારે અકસ્માતે કિશનનો જમણો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજા થતા પ્રથમ સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે સારવારમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ મૂળ ઝારખંડ રાજ્યના વતની રાયસન લખન હાસવ ઉ.37 નામના યુવાનને અચાનક ચક્કર આવ્યા બાદ પડી જતા માથાના પાછળના ભાગે ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!