ચિત્રાખડા અને ઢુવામાં કોંગ્રેસના ઉમેદવારોએ સૌ પ્રથમ ફોર્મ ભર્યા
વાંકાનેર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાતો જાય છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈ કાલે બુધવારના રોજ ફોર્મ ભરવાના દિવસે વાંકાનેર તાલુકા પંચાયત બેઠકો માટે બે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.

(1) 3- ચિત્રાખડા – કનુબેન સુરેશભાઈ ડાભી – કોંગ્રેસ
(2) 4- ઢુવા – જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા – કોંગ્રેસ

જયારે વાંકાનેર તાલુકામાં આવેલ જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. તેવી જ રીતે વાંકાનેર નગરપાલિકામાં પણ કોઈ પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી…

