કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

સમથેરવા ગામ પાસેથી અજાણ્યા પુરુષની લાશ મળી

મૃતકના શરીરના અલગ-અલગ ભાગો પર ઈજાના નિશાનો જોવા મળ્યા

વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામ નજીક ખરાબાની જગ્યામાંથી ગઇકાલે એક અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે, જેના પગલે બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો દોર શરૂ કર્યો છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલા સીપરીયાળી ખરાબાના વિસ્તારમાં ગઇ કાલે કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. જેમાં મૃતકની ઉંમર આશરે 28 થી 30 વર્ષની આસપાસ જણાઈ રહી છે, તેમજ મૃતકના શરીરના અલગ-અલગ ભાગો પર છૂટાછવાયા ઈજાના નિશાનો જોવા મળ્યા છે, જેથી કોઈએ અજાણ્યા શખ્સોએ હુમલો કરી હત્યા કરી હોવાની કે અન્ય કોઈ અઘટિત ઘટના બની હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!