નામદાર સિવીલ કોર્ટનો ચુકાદો
એડવોકેટ શ્રી દક્ષાબેન એમ. અઘારા તથા મનીષા એમ. મહેતાની ધારદાર દલીલ
વાંકાનેર: તાલુકાના હસનપર ગામની સીમ જમીન સરવે નંબર : ૮૦ વાળી એકર ૪૦.૨૯ ગુંઠાની વિડીની જમીન હસનપર ગામ સમસ્તના નામે આવેલ છે. અને, રેવન્યુ રેકર્ડમાં આ જમીન ગામ સમસ્તના નામે નોંઘાયેલ છે. સદરહુ જમીન રેવન્યુ રેકર્ડમાં જે ખાતેદારોના નામે નોંઘાયેલ તેમણે આ જમીન વેચાણ કરવા માટે સાટાખતનો દસ્તાવેજ તારીખ : ૧૯/૦૩/૨૦૧૫ ના રોજ કરી આપેલ.


જેથી આ જમીન સંબંઘે હસનપર ગામના જાગૃત નાગરિક તરીકે શ્રી બેચરભાઇ પોપટભાઇ દાવદ્રા વિગેરે ૧૦ (દસ) વ્યકિતએ મળીને આ જમીન સંબંઘમાં નામદાર સિવીલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરેલો. જે દાવાના કારણે રેવન્યુ રેકર્ડમાં રોકાયેલ ખાતેદારો તથા સદરહુ વિડીની જમીન ખરીદ કરનાર સામે આ દાવો કરવામાં આવેલ જેમા સરકારપક્ષે મામલતદારશ્રી વાંકાનેરને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવેલા અને જે દાવામાં આ વિડીની જમીન સબંઘમાં થયેલો તારીખ : ૧૯/૦૩/૨૦૧૫ નો થયેલ સાટાખત ગેરકાયદેસર અને બિનઅમલી ઠરાવવા દાદ માંગેલી તેમજ સદરહુ જમીન રેવન્યુ રેકર્ડમાં નોંઘાયેલ ખાતેદારોને વેચાણ કરવાનો હકક કે અઘિકાર નથી તેવી મહે. પ્રિન્સીપાલ સિનીયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં ચાલેલ જેમા વાદીના એડવોકેટ તરીકે દક્ષાબેન એમ. અઘારાએ રજુઆત કરેલી અને સદરહુ વિડીની જમીન ગામ સમસ્તની હોય રેવન્યુ રેકર્ડમાં નોંઘાયેલ ખાતેદારોને વેચાણ કરવાનો કે સાટાખત કરવાનો અઘિકાર નથી. જેમા નામદાર શ્રી કોર્ટે વાદીનો દાવો મંજુર કરવાનો હુકમ કરેલ છે. અને, હસનપરની સરવે નંબર ૮૦ વાળી જમીન ગામ સમસ્તની હોઇ રેવન્યુ રેકર્ડમાં જણાવેલ ખાતેદારોને આ મીલ્કત વેચાણ કરવાનો હકક કે અઘિકાર નથી. તેમ ઠરાવી દાવાવાળી જમીન સંબંઘે થયેલ રજીસ્ટર સાટાખતનો આ દસ્તાવેજ ગેરકાયદેસર ઠરાવેલ છે. પ્રતિવાદીને આ જમીન વેચાણ કરવાનો હકક કે અઘિકાર નથી. તેમ ઠરાવી પ્રતિવાદી સામે કાયમી મનાઇહુકમ ફરમાવેલ છે. આ કામમાં વાદીઓ તરફે વાંકાનેરના એડવોકેટ શ્રી દક્ષાબેન એમ. અઘારા તથા મનીષા એમ. મહેતા રોકાયેલ હતા.

