કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

માટેલ રોડ પર હોટલના બીજા માળેથી પટકાતા મૃત્યુ

વાંકાનેર :મોરબી નેશનલ હાઈવે પર ઢુવા ઓવરબ્રિજ નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં વાંકાનેરનું ઔદૌગિક હબ ગણાતા ઢુવા માટેલ રોડ પર આવેલ એક હોટલના બીજા માળેથી નીચે પટકાતા મૂળ મધ્યપ્રદેશના વતનીનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઈવે પર ઢુવા ઓવરબ્રિજ નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.
બીજા બનાવમાં ઢુવા માટેલ રોડ પર આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતા મૂળ મધ્યપ્રદેશના વતની મનીષ સુંદરલાલ મહેરા રહે. માટેલ રોડ, ખોડિયાર રેસિડેન્સી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!