કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અગાઉના પ્રેમસંબંધનો ખાર રાખી બે જણા ઉપર હુમલો

ફુલેકામાંથી પરત ફરતા અદેપરથી સતાપર વચ્ચેના બનાવની એક મેસરીયાના અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ

વાંકાનેર: અગાઉ રહેલ પ્રેમસંબંધનો ખાર રાખી અદેપરથી ફુલેકામાંથી પરત ફરતા હતા, ત્યારે અદેપરથી સતાપર વચ્ચે રસ્તામાં એક મેસરીયાનો અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો આવી સ્વીફટ ગાડી મોટર સાયકલ તેમજ બુલેટ આડી નાખી લાકડીઓ વતી બે જણાને માર મારવાની ફરિયાદ થઈ છે….

જાણવા મળ્યા મુજબ કિશનભાઇ છગનભાઇ ગણેશભાઇ વાઘેલા જાતે કોળી (ઉ.વ.૨૫) રહે. હાલ દેવળીયા ગામ, બહાદુરસિંહ જાડેજાની વાડીમાં તા.થાન જી.સુરેન્દ્રનગર વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે મારા પિતાએ થાન તાલુકાના દેવળીયા ગામે વાડી ભાગવી રાખી હોય ત્યાં ખેતીકામ કરે છે અને હું થાનગઢ ખાતે આવેલ ઓપેકક્ષ સીરામીકમાં મજુરીકામ કરુ છું અદેપર ગામ ખાતે અમારા મિત્ર

અરવિંદભાઇ ઝાલાના ફુલેકામાંથી પરત તા. ૨૨/૦૫/૨૦૨૫ ના રાત્રીના આશરે એકાદ વાગ્યે હું, સંજય ડાભી, ભાવેશ મીઠાપરા મોટર સાયકલમાં તથા મારો ભાઈ દશરથ તથા સંજય ચાવડા રહે.અમરાપર વાળો બન્ને બુલેટ લઈને અમારા ગામ જવા નીકળેલ, સતાપર વચ્ચે રસ્તામાં પહોંચતા એક સફેદ કલરની સ્વીફટ ગાડી અમારા પાછળથી મારા તથા દશરથના મોટર સાયકલ આડી ઉભી રાખી ગાડીમાંથી

મુકેશભાઈ ભુસડીયા (રહે. મેસરીયા) તથા તેની સાથે બીજા ત્રણ અજાણ્યા ઇસમો નીચે ઉતરેલ મારા ભાઈ દશરથ પાસે આવેલ અને ‘તેં કેમ મારી સાળી સાથે પ્રેમ સંબંધ બાંધેલ છે?’ તેમ કહી ગાળાગાળી કરી આ મુકેશભાઈ ભુસડીયા તથા ત્રણ અજાણ્યા ઇસમો લાકડીઓ વતી મારા ભાઇ દશરથને માર મારવા લાગતા હું મારા ભાઇ દશરથને છોડાવવા વચ્ચે પડતા મુકેશભાઈ ભુસડીયાએ લાકડી મને મારવા જતા મગફળી ભુસાની બોરીઓમાં છુપાવેલ 'ઈંગ્લીશ' પકડાયો

મેં મારો ડાબો હાથ આડો રાખતા લાગેલ તથા તેમની સાથે રહેલ અજાણ્યા ઇસમે લાકડી વતી મને ડાબા પગમાં મારતા હું નીચે પડી ગયેલ અને બાદ અમારા મિત્ર ભાવેશ મીઠાપરા, સંજયભાઈ ડાભી તથા સંજય ચાવડાએ અમોને છોડાવેલ અને આ વખતે આ મુકેશ ભુસડીયાએ મારા ભાઈ દશરથને કહેલ કે ‘હવે પછી ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ’ તેઓ સ્વીફટ ગાડીમાં નીકળી ગયેલ અમને શરીરે ઇજાઓ થયેલ હોય ગુપ્ત માહિતી/ દેશ વિરોધી લખાણો પોસ્ટ કરનાર સામે કાર્યવાહીના આદેશ

મારા મિત્ર કિશન રંગપરા (રહે.અદેપર) તથા રોહિતભાઈ વાઘેલા (રહે.આણંદપર વાળા)ને ફોન કરી જાણ કરતા તેઓ આવી ગયેલ અને કિશનભાઇ મને ગાડીમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવેલ તથા રોહિતભાઈ વાધેલા દશરથને હરીઓમ હોસ્પિટલ વાંકાનેર ખાતે સારવારમાં લઈ ગયેલ, પ્રાથમિક સારવાર આપી હું પણ હરીઓમ હોસ્પિટલ સારવાર માટે આવેલ અને મારા ભાઇ દશરથને જમણા હાથમાં ફેકચર હોય ઓપરેશન કરેલ પોલીસખાતાએ મુકેશ ભુસડીયા અને અજાણ્યા ત્રણ સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!