વાંકાનેર: તાલુકાના તરકીયા ગામેથી બે શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા ઝડપ્યા છે….
જાણવા મળ્યા મુજબ તરકીયાના (1) અજયભાઈ રમેશભાઈ ઝરવરીયા (ઉ.25) અને (2) રાહુલભાઈ જગાભાઈ ઝરવરીયા (ઉ.22) વાળાને જાહેરમાં ઢુવા સેમસો ચોકડી પાસેથી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા
કુલ રોકડા રૂપીયા ૮ ૦૦ ના મુદ્દામાલ સાથે પકડેલ છે અને જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધેલ છે. કાર્યવાહી અનાર્મ લોકરક્ષક વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અજયસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે…