દલડીના શખ્સનું સ્પલેન્ડર કબ્જે: માટેલ સીમમાં રહેતા શખ્સ પાસેથી છરી મળી આવી
વાંકાનેર: પરશુરામ પોટરીમાં રહેતા રાજેંદ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા (ઉ.વ. 32) નામના શખ્સને જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ.૨૨૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ છે. આ શખ્સ સામે કેફી પીણું પીધાની પણ ફરિયાદ થઇ છે…
બીજી ફરિયાદ સરતાનપર રહેતા નીતેશભાઈ ભીખાજીભાઈ ખાભેલીયા (ઉ.વ. 25) સરતાનપર રોડ, સેન્સો ચોકડી, વહોત હોટલ પાછળ વાળા પાસેથી રોકડા રૂ.૫૫૦/-ના મુદ્દામાલ પકડેલ છે. બંને જણા ઉપર જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી કરેલ છે…
દલડીના શખ્સનું સ્પલેન્ડર કબ્જે
દલડીના હાર્દીકભાઈ અમૃતભાઈ સોલંકી પોતાનાં હવાલા વાળુ હીરો સ્પલેન્ડર રજી.નં.જીજે-૩૬-એબી-૬૧૭૪ કી.રૂ.૨૦૦૦૦/- વાળુ વગર ડ્રાઇવીંગ લાયસન્સે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઇવીંગ કરતા પોલીસ ખાતાએ કબ્જે કરી એમ.વી.એકટ કલમ ૧૮૫,૩-૧૮૧ પ્રોહી કલમ-૬૬(૧)બી. મુજબ ગુન્હો નોંધેલ છે…
માટેલ સીમમાં રહેતા શખ્સ પાસેથી છરી મળી આવી
દિનેશ ઉર્ફે દિલો કાજુભાઈ જખાણીયા (ઉ.વ. 32) માટેલ સીમ, રીચ સીરામીકની સામે ઝુંપડામાં મુળ ગામ-મોટા મૌવા, કાલાવાડ રોડ, રાજકોટ વાળા ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી કી.રૂ. ૫૦ ની રાખી નીકળી મળી આવતા મહે. જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહેરનામા નં.જે./એમએજી/ક.૩૭ (૧)જા.નામુ/વશી-૨૮૦૬/૨૦૨૪ તા.૨૮/૦૬/૨૦૨૪ નો ભંગ કરતા ગુન્હો જી.પી.એકટ કલમ ૩૭ ૧,૧૩૧૩૫ મુજબ ગુન્હો નોંધાયેલ છે…
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
