એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની બંને વિદ્યાર્થિનીઓ ક્ષત્રિય સમાજની
વાંકાનેર : ગત તારીખ 12 ઓગસ્ટના રોજ મોરબી ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની અંડર-17 અને અંડર-19ની બહેનોની ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારે આ શાળામાંથી બે વિદ્યાર્થિનીઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં કબડ્ડી ટીમમાં પસંદગી થઈ છે.
એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની રિયાબા રાયજાદા અને યોગિતાબા ઝાલાની રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં પસંદગી થઈ છે. આ બન્ને વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર તેમજ ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે આ સમગ્ર ટીમને માર્ગદર્શન અને યોગ્ય તૈયારીઓ કરાવવા માટે નિકુંજભાઈ ભેસાણીયા, દર્શનભાઈ, ડહીબેન ચૌધરી, તેમજ એલ. કે. સંઘવીની શાળાની પૂર્વ છાત્રા સારલા વિશાખા અને ગાબુ કિંજલનો પણ શાળા પરિવાર તેમજ ટ્રસ્ટીગણે આભાર વ્યક્ત કર્યો હતો.