આરોગ્યનગરનો શખ્સ છરી સાથે અને માટેલનો શખ્સ લપાતો-છુપાતો પકડાયો
વાંકાનેર: સરતાનપર રોડ સેનસો ચોકડી પાસેથી પોલીસ ખાતાએ બે જણાને જુગાર રમતા ઝડપ્યા છે.

જાણવા મળ્યા મુજબ સરતાનપરના મૂળ ગામ ખાખરાળા તા. મુળી વાળા (1) કમલેશભાઈ કેસાભાઇ અઘારા અને તરકીયાના (2) રાહુલભાઇ જગાભાઈ ઝરવરીયા જુદા જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો નસીબ આધારીત જાહેરમાં જુગાર રમતા કુલ રોકડા રૂ.૬૭૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસ ખાતાએ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધ્યો છે…

છરી સાથે: વાંકાનેર આરોગ્યનગર હનુમાનજીના મંદિર પાસે રહેતા કલ્પેશભાઇ નરભેરામ નીમાવત (45) પોતાના કબ્જામા એક છરી જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા જીનપરા જકાત નાકા પાસે મળી આવતા અધિક જિલ્લા મેજી.સા. મોરબી જિલ્લા મોરબીના હથિયાર બંધી જાહેરનામા ક્રમાંક નં-જે/એમએજી/ક. ૩૭(૧) જા. નામુ/વશી-૨૭૦૯(૧)/૨૦૨૪ તા. ૨૭/૦૯/ ૨૦૨૪ નો હથિયારબંધી જાહેરનામાનો ભંગ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોધાયો છે….
લપાતો છુપાતો: માટેલ સીમ, સ્ટેપીના સીરામીક પાસે રહેતા મુળ ગામ-અકાળા તા. ચોટીલા વજુભાઈ જોરૂભાઇ ચાડમીયાને પોલીસ ખાતાએ મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો માટેલ રોડ અમરધામ પાસે આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધ્યો છે…