કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સિંધાવદર પાસે અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી

સિંધાવદર પાસે અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી

છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત

કુતરું આડુ ઉતરતા ઇજા
બાઈક પાછળ બીજું બાઈક અથડાતા ઇજા

વાંકાનેર: તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામ વચ્ચે કુવાડવા રોડની સાઈડમાં પડતર જગ્યામાંથી એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી છે, સરતાનપર ચોકડી પાસે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા મોત થયેલ છે, અમરાપરના યુવાનને કુતરું આડુ ઉતરતા ઇજા થઇ હતી, વાંકાનેર પાસે બાઈક પાછળ બીજું બાઈક અથડાતા અને બીજા બનાવમાં બાઈક સ્લીપ થતા યુવાનને ઇજા થઇ હતી…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર અને ખીજડીયા ગામ વચ્ચે કુવાડવા રોડની સાઈડમાં પડતર જગ્યામાંથી ગઈ કાલે બપોરના એક અજાણ્યા અંદાજે 30 થી 35 વર્ષીય પુરુષની બિનવારસી લાશ મળી આવી છે, સ્થાનિક લોકો દ્વારા દુર્ગંધ આવતા સ્થળની તપાસ કરવામાં આવી હતી, જેમાં કોહવાયેલી હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળતા તાત્કાલિક બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ સ્થળનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતદેહ કોહવાયેલી અને શંકાસ્પદ હાલતમાં હોય, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બનાવ થોડા દિવસો અગાઉ બન્યો હોઈ શકે. હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી માટે પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી, મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે….છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત
વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર સરતાનપર ચોકડી પાસે આવેલ તુલસી પેટ્રોલ પંપ ખાતે રહેતા દીપસિંહ મોટસિંહ રાવત (ઉ.48) નામના યુવાનને રાત્રિના અચાનક છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો હતો, જેથી તેને સારવાર માટે મોરબી લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કુતરું આડુ ઉતરતા ઇજા
ટંકારાના અમરાપર ગામે રહેતો મોહ્યુદિન અયુબ શેરસીયાને બાઇક આડે કુતરું આડુ ઉતરતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની આયુષ હોસ્પીટલે લઇ જવામાં આવ્યો હતો.
બાઈક પાછળ બીજું બાઈક અથડાતા ઇજા
મહેન્દ્રનગર ગામે રહેતો વિક્રમ શંકરભાઈ હળવદીયા (ઉ.35) નામનો યુવાન બાઈક લઈને વાંકાનેર આવતો હતો ત્યારે વાંકાનેર પાસે અન્ય મોટર સાયકલ પાછળથી અથડાતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા. બીજા બનાવમાં સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક બાઈક સ્લીપ થઈ જતા જીતેન્દ્રભાઈ રસીકભાઈ પટેલ (ઉ.46) રહે. રવાપર રોડને દવાખાને સારવારમાં લઈ જવાયા હતા…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!