અસામાજિક તત્વોને ચેતવણી
વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ શખ્સોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા અને શરીર સંબંધી, મિલકત સંબંધી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલ શખ્સોને પોલીસ સ્ટેશને બોલાવીને કાયદામાં રહેવા માટેની ડીવાયએસપી સમીર સારડા દ્વારા તાકીદ કરવામાં આવી હતી અને છેલ્લા દિવસોમાં વાંકાનેર સિટી-તાલુકા પોલીસ વિસ્તારમાં અંદાજે 20 જેટલા ગેરકાયદે કનેક્શન કટ કરવામાં આવેલ છે અને હજુ પણ અસામાજિક તત્વોની મિકલતો કાયદેસર છે કે કેમ ?, સરકારી જમીન ઉપર દબાણ છે કે કેમ?, ગેરકાયદે વીજ જોડાણ કે પાણીના કનેક્શન કાયદેસર છે કે કેમ ? તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે.


જયારે ટંકારા તાલુકા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ જેવી કે દારૂની હેરાફેરી અને વેચાણ, શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુના કરવાની ટેવ વાળા તેમજ એમસીઆર કાર્ડ વાળા શખ્સોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેઓને આવી પ્રવૃત્તિઓનું પુનરાવર્તન ન કરવા માટે થઈને કડક ભાષામાં કાયદામાં રહેવા માટે થઈને તાકીદ કરવામાં આવી હતી અને આ ઉપરાંત આ શખ્સો દ્વારા ગેરકાયદે બાંધકામ કરીને દબાણ, સરકારી જમીન ઉપર દબાણ, ગેરકાયદે વીજ જોડાણ કે પાણીના કનેક્શન લેવામાં આવેલ હોય તો તેની વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં સંબંધિત વિભાગને સાથે રાખીને આકરી કાર્યવાહી કરવામાં આવશે…
