વાંકાનેર: દરગાહ વહીવટી કમિટીની એક યાદીમાં જણાવ્યા અનુસાર મોમીન જમાતના ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે હઝરત પીર સૈયદ કાસીમ અલી બાવા (ર.અ.) ના 60 મા સંદલ ઉર્સ શરીફનો પોગ્રામ નીચે મુજબ છે…
(૧) ૧૭-૧૦-૨૦૨૪ ગુરુવાર ઈશાની નમાજ બાદ કુરાનખાની (૨) તા. અઢાર શુક્રવાર જુમ્માની નમાજ બાદ ૨:૩૦ કલાકે ખટું પીર બાવાની દરગાહ ઉપર સંદલ શરીફ લેવા જવું અને
અસરની નમાજ બાદ નિયાજ ખવડાવવામાં આવશે. ઈશાની નમાઝ બાદ સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવશે (૩) તા: ઓગણીશ શનિવારના રોજ મગરીબની નમાઝ બાદ ઉર્ષ શરીફ મનાવવામાં આવશે….