વાંકાનેર: તાલુકાના વાલાસણ મુકામે પરમ દિવસે એટલે કે ગુરુવારના વિશ્વ આયુર્વેદ દિવસ / સપ્તાહ અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વધુ વિગત નીચે મુજબ છે….

સ્થળ:- શ્રી વાલાસણ સેવા સહકારી મંડળી લી., તારીખ:- 24/10/2024 ગુરુવાર સમય:- સવારે ૯ થી બપોરે 12.
વિશ્વ આયુર્વેદ દિવસ / સપ્તાહ અંતર્ગત વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અને સૂચન અને અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદ અને હોમીઓપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબના રોગોની સારવાર નિઃશુલ્ક (મફત) આપવામાં આવશે…

૧. સ્ત્રી રોગ, બાળ રોગો, વૃદ્ધ રોગો. 2. હરસ મસા, પથરી, સંધાના રોગો, ચામડીના રોગો. 3. પેટ આંતરડા એસિડિટી, કબજિયાત, ગેસ, અપચો, પેશાબને લગતી તકલીફો. 4. સાંધા અને નસના દુખાવા જેવા કે સાયટિકા, ખાંભા, કોણી કાંડા, ઘૂંટીના દુખાવા. 5. બાળકોને વારંવાર થતી શરદી ઉધરસ, પથારીમાં પેશાબ કરી જવો, માટી ખાવી વગેરે. 6. વૃધ્ધોમાં યાદશક્તિ, પ્રોસ્ટેટ, ચક્કર, હર્પીસ, સાંધાના ઘસારા વગેરે. 7. બીપી, ડાયાબિટીસ, થાયરોઈડ, સ્થૂળતા વગેરે…
કેમ્પમાં સેવા આપનાર – (૧) ડો. દિલીપ વિઠ્ઠલપરા. મેડિકલ ઓફિસર આયુર્વેદ પીપળીયારાજ. તા. વાંકાનેર (૨) ડો. અલ્તાફ શેરસીયા. મેડિકલ ઓફિસર આયુર્વેદ જુનાઘાંટીલા તા.માળિયા (૩) ડો. જે.પી. ઠાકર મેડિકલ ઓફિસર હોમીઓપેથી જોધપર, તા. વાંકાનેર
સેવક- (૧) નૌશાદ શેરસીયા (૨) જીજ્ઞેશ કંજીયા. નોંધ :- જૂના રીપોર્ટસ અને ફાઇલ સાથે લાવવા વિનંતી..
