કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર પોલીસનું 66 લાખથી વધુના દારૂ પર બુલડોઝર

વાંકાનેર : રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા પોલીસ સ્ટેશનમાં ઝડપી પાડવામાં આવેલા દારુના મુદ્દામાલનો નાશ કરવા અંગેની ડ્રાઇવ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂના અલગ અલગ કુલ 33 ગુનામાં પકડાયેલા મુદ્દામાલ પર બુલડોઝર ફેરવીને જથ્થાનો નાશ કર્યો હતો.

પોલીસે વાંકાનેર-ચોટીલા નેશનલ હાઈવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે આવેલી હોટલ તિરર્થ પાસે આવેલા પડતર ડામર રોડ ખાતે આ તમામ જથ્થો લાવી તેના પર બુલડોઝર ફેરવ્યું હતું. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 735 કિંમત ₹2,15,295 તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 4,870 તથા બિયર ટીન નંગ 7096 જેની કિંમત 64,52,440 આમ કુલ મળીને 12701 નંગ બોટલ જેની કિંમત 66,67,735 થવા પામે છે જેનો નાશ કરવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!