કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના જુગાર રમવા મોરબી ગયા પણ પકડાયા

વીજ ચેકિંગમાં શહેરમાં વીજ ચોરી ઝડપાઇ: સાત લાખનો દંડ

વાંકાનેરના ત્રણ શખ્સો મોરબીમાં જાણવા મળતી વિગત મુજબ ગેસ્ટ હાઉસ રોડ ના ખૂણે આવેલ શક્તિ ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે ચલણી નોટ આધારે જુગાર રમતા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી, ત્યારે સ્થળ ઉપર ચલણી નોટના આધારે જુગાર રમતા વિજયભાઈ હકાભાઇ બારૈયા જાતે કોળી (૨૬) રહે. વેલનાથપરા અને પ્રકાશભાઈ ભુજાભાઇ દેગામા જાતે કોળી (૩૮) રહે. નવાપરા રામાપીરના મંદિરવાળી શેરી અને અન્ય મોરબીના એક શખ્સને પોલીસે પકડી તેની પાસેથી ૧૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ કરી હતી


આવી જ રીતે મોરબીના મંગલ ભુવન ચોક પાસે આવેલ કબ્રસ્તાન નજીક ચલણી નોટ આધારે જુગાર રમતા હોવાની હકીકત આધારે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લાલજીભાઈ બાબુભાઈ સારદિયા જાતે કોળી રહે. કુંભારપરા ઢાળ વાંકાનેર, અને અન્ય મોરબીના બે મળી કુલ ત્રણ જણા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેર શહેર ખાતે છેલ્લા બે દિવસથી પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિજ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજ વિભાગ દ્વારા કુલ સાત લાખ કરતાં વધારેની વિજ ચોરી ઝડપી દંડ ફટકારવામાં આવ્યો જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરી વિસ્તારમાં વિજ વિભાગ દ્વારા રહેણાંક અને વાણીજય હેતુના વિવિધ વિજ જોડાણોની તલાશી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે અલગ અલગ વિજ ચેકીંગ ટીમો વાંકાનેર શહેરી વિસ્તારમાં ત્રાટકી હતી અને સઘન વીજ ચેકિંગ કરતા વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવતા સાત લાખ કરતાં વધારેનો દંડ ફટકારાયો હતો…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!