કાગળ પરના વાઘનો શિકાર એ શિકાર નથી
વાંકાનેર: તાજેતરમાં પ્રગટ મીડિયા અહેવાલો મુજબ સમસ્ત જાલીડા ગામ લોકોને સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાશાબેન મેર અને અન્યોએ ખાસ જહેમત ઉઠાવી હતી પરંતુ છેલ્લી ચાર ચૂંટણીઓના પરિણામો બતાવે છે કે આ ગામ તો પહેલેથી જ ભાજપમય જ છે અને ભાજપને જ મત આપતું આવ્યું છે…
લોકસભા-2024 ના પરિણામોની જ વાત કરીએ તો ભાજપને 328 અને કોંગ્રેસને 36 મત મળેલા. આમ ભાજપને 91 % ટકા મત મળેલા, જાલીડામાં છેલ્લી ચાર ચૂંટણીઓમાં કોંગ્રેસને ક્યારેય 40 થી વધુ મત મળ્યા જ નથી. સદસ્યતા નોંધણીમાં કોંગ્રેસને મત આપનારાઓ ભાજપમાં જોડાયા છે કે કેમ એ સવાલ છે. જો આખું ગામ ભાજપમાં જોડાયું હોય તો હવે આ ગામમાંથી કોંગ્રેસને મત નહીં મળે, એની ખાત્રી કોણ આપશે?
ફોટો સેશન માટે સારી વાત છે પરંતુ આ કોઈ કમાલ નથી. કમાલ તો રાતડીયાની બાજુમાં આવેલ કાનપર કે જાલીડાની બાજુમાં આવેલ ગારીડા જો ભાજપમય બને તો ગણાય. વીડી ભોજપરા આખું ગામ કોંગ્રેસમાં જોડાયું, એના જેવી વાત છે, કારણ કે વીડી ભોજપરા તો કોંગ્રેસી જ ગામ છે, તો જાલીડા ભાજપી ગામ છે. કાગળ પરના વાઘનો શિકાર એ શિકાર નથી. છેલ્લી ચાર ચૂંટણીનું જાલીડાનું પરિણામ નીચે મુજબ છે….