1 રિંગણું 150 રૂપિયાનું, 180 રૂપિયાની પાલકની ઝૂડી, 180 રૂપિયાનું પપૈયું
રોજિંદા જીવનમાં શાકભાજીના ભાવ વધે ત્યારે આપણાને મોટો ઝટકો લાગતો હોય છે. અમેરિકામાં શાકભાજીના ભાવ જાણ્યા પછી તમે એટલું જરૂરથી કહેશો કે રહેવા માટે ખરેખરમાં આપણા ભારત જેવો કોઈ દેશ નથી. અમેરિકાના 100 ડૉલર લઈને જ્યારે કોઈ શાકભાજી ખરીદવા જાય ત્યારે ખરીદી ભારતના 100 રૂપિયા પ્રમાણે જરા પણ નથી થતી. હાલના સમયમાં એક અમેરિકી ડૉલરનો ભાવ 90 રૂપિયાની આસપાસ છે. એટલે કે જો તમે અમેરિકામાં 100 ડૉલર લઈને જાઓ તો તમારી પાસે અંદાજે 9 હજાર રૂપિયા છે. તમને એવું લાગશે કે અમેરિકાના 100 ડૉલર પ્રમાણે ભારતના 100 રૂપિયા કરતા વધારે શાકભાજી ખરીદી શકાતી હશે. પરંતુ આનું વિપરીત પરિણામ તમને ત્યાં જોવા મળશે.
100 ડૉલર (9 હજાર રૂપિયા)માં કેટલી શાકભાજી ખરીદાઈ શકે છે. એ જાણીએ..
ફુલાવરની કિંમત 4.5 ડૉલર એટલે કે 500 રૂપિયા છે. 5 ડૉલર (450 રૂપિયા) માં 3 રીંગણ ખરીદી શકાય છે, એટલે કે 1 રિંગણું 150 રૂપિયાનું છે. 3 કારેલા, કોથમીર અને 6 ડૉલર (540 રૂપિયા) માં ફુદીનાના 2 પેકેટ મળે છે. 1 ડૉલર અને 30 સેન્ટમાં (120 રૂપિયા) લીલી ડુંગળી, 2 ડૉલર (180 રૂપિયા) ની પાલકની ઝૂડી અને 3.5 ડૉલર (315 રૂપિયા) ના ત્યાં શક્કરિયા મળે છે. 2 ડૉલર (180 રૂપિયા) નું તે પપૈયું અને 6 ડૉલર (540 રૂપિયા) નું લીંબુનું પેકેટ મળે, 3 ડૉલર (270 રૂપિયા) માં ડુંગળી અને પિઝા બનાવવાનો સોસ મળે છે. આમ, ભારતના રૂપિયા પ્રમાણે કરવામાં આવે તો તે માત્ર 7 હજારની શાકભાજી ખરીદીમાં ખર્ચાય છે.
લોકો એવું સમજે છે કે અમેરિકામાં 100 ડૉલરની કિંમત એ જ છે જે ભારતમાં 100 રૂપિયાની છે. જો કે, આનો ખરો જવાબ તો બંન્ને દેશની અર્થવ્યવસ્થા અને પર્ચેસિંગ પાવર સાથે જોડાયેલો છે. સામાન્ય વ્યક્તિને એવું લાગતું હોય છે અમેરિકી ડૉલર ભારતના રૂપિયા કરતા મજબૂત છે. આ વાત સાચી તો છે પણ જ્યારે કોઈ 100 ડૉલર લઈને ખરીદી કરવા જાય ત્યારે તે ખરીદી ભારતના 100 રૂપિયા જેવી નથી હોતી…
