કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

20 લીટરથી વધારે દારુ લઇ જતા વાહનોની હરાજી થશે

પોલીસને અપાઈ વિશેષ સત્તા

ગાંધીનગર: વિધાનસભામાં સત્રના બીજા દિવસે ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ નશાબંધી સુધારા વિધેયક રજૂ કર્યું હતું. જે સુધારા વિધેયક બહુમતિથી પસાર થયું છે. આ સુધારા વિધેયક રાજ્યમાં નશાબંધી કાયદાના અમલને વધુ દૃઢ બનાવશે સાથો સાથ નશીલા પદાર્થોના ગેરકાયદે વપરાશ અને તેની થતી હેરાફેરી સામે કડક કાર્યવાહી થશે. નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનોની વેચાણની જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે…આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક તેમજ કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકાયેલા વાહનો અને તેનો ભંગાર થવાને રોકવાનો છે. જે માટે નાયબ પોલીસ અધિક્ષકને આવા ભંગાર થતાં વાહનોની હરાજી કરવાની સત્તા આપવામાં આવી છે. આ વિધેયક મુજબ નશીલા પદાર્થો સાથે પોલીસે ઝડપેલા વાહનોને કોર્ટની મંજૂરી થકી વેચી શકાશે. જેના આવક થશે તે આવક સરકારી તિજોરીમાં જમા કરવાની રહેશે. કોર્ટમાં આરોપી નિર્દોષ સાબિત થશે તો વાર્ષિક 5 ટકા વ્યાજ સાથે નાણાં પરત કરાશે. ઉલ્લેખનીય વાત એ છે કે, આ પહેલા એવો કાયદો હતો કે, નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનો કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી વેચી શકાતું ન હતું…ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં દારૂની હેરફેર કરતા 22 હજાર 442 વાહનો જપ્ત કરાયા છે. જપ્ત કરાયેલા 7213 વાહનો પોલીસ મથકોમાં ખડકાયા છે તેમજ 300 લગ્ઝરી કાર પોલીસ મથકમાં પડી રહી છે અને વાહનો પડી રહેવાથી ભંગાર થઈ જતા હોય છે. વધુમાં કહ્યું કે, વાહનો પોલીસ મથકમાં રહેવાથી જગ્યા રોકે છે.જેથી 1વાહનો પકડાય તો DySP હરાજી કરશે. વાહનોના વેચાણ પછી મળતી રકમ સરકારની યોજનામાં ઉપયોગમાં લેવાશે. વધુમાં ઉમેર્યું કે, HC કે SCમાં નિર્દોષ સાબિત થશે તો વર્ષે 5 ટકા વ્યાજ સાથે રકમ પરત અપાશે…મોટા ભાગના કિસ્સામાં પોલીસ દ્વારા જે દારૂ પકડવામાં આવ્યો હોય તે દારૂના જથ્થાની કિંમતથી અનેક ગણી વધુ કિંમત તે વાહનની હોય છે. જો આ વાહન છૂટી જાય તો તેનો ફરી વખત ગુનામાં ઉપયોગ થવાની શક્યતા રહેલી હોય છે. દારૂની હેરફેરના કેસોમાં છેલ્લા બે વર્ષમાં પોલીસ દ્વારા 22,442 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને તે પૈકી આશરે 7213 વાહનો પોલીસ સ્ટેશન ખાતે હજુ પડતર છે. આ પ્રકારની વાહનોની હરાજી કરવાની સત્તા DySP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે…આ કાયદો 20 લીટરથી વધારે દારુ પકડાય તેવા વાહનો માટે છે. નાના માણસોને કોઈપણ જાતનું કોઈ નુકશાન કે હેરાનગતિ ન થાય તે બાબતે સરકાર સંપૂર્ણ સંવેદનશીલ છે. દારૂના મોટા પાયે વેપાર કરતા બુટલેગરોના વાહનો જપ્ત કરીને તેની હરાજી કરી આ રકમનો ઉપયોગ નાગરિકોને અપાતા યોજનાકિય લાભોમાં કરવા આ બિલ લાવવામાં આવ્યુ છે. હાલ રાજયમાં ગૌવંશના હેરફેરના કાયદા માટે વાહનોની હરાજી કરવાની જોગવાઈ છે. તેમાં વાહનોની હરાજી કેવી રીતે કરવી તેની માર્ગદર્શિકા છે. આ માર્ગદર્શિકા અને અન્ય મુદ્દાઓ ધ્યાને લઈને આના માટે નવા નિયમો બનાવવામાં આવશે તેમ ગૃહમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!